Jayantilal Dahyabhai Panchal

Om Namah Shivay

Jayantilal Dahyabhai Panchal

01.04.1940 – 11.11.2021

It is with huge sadness that the family of Jayantilal Dahyabhai Panchal (JD) announce his peaceful passing at home, age 81. He will be lovingly remembered by his wife Nirmalaben, children Bharat, Shailesh, Rita and Rajesh, daughters-in-law Daxa, Nity and Jugdeep, son-in-law Bharat, grandchildren Shyam, Shilpa, Serena, Taran, Shaan, Millan, Eashani and Amba-Lily, and grandson-in-law David.

Born in Kadod in 1940, Jayantilal travelled extensively – moving to Nairobi and then to Coventry where he successfully set up in business and played an immense part in the community.  An avid follower of Pujiya Hirjibapa, he was one of the founding members of Ram Mandir in Nairobi and Shree Krishna Temple in Coventry and helped establish The Panchal Gnati Mandal – the first in the UK.

For the many people whose hearts have been touched by his love, warmth and generosity, Jayantilal was a giant. His love of traditional bhajans sung with his incredible voice meant he became well-known in many countries and communities and recognised for his wealth of knowledge about Hindu culture and our personal history.

He will be a great loss to all that loved him and the wider community.

અમને જણાવતા ખૂબજ દુઃખ થાઇ છે કે શ્રી જયંતીલાલ ડાહ્યાભાઈ પંચાલ (જે.ડી.), તારીખ ૧૧/૧૧/૨૦૨૧ ના ગુરુવારે દેવલોક થયા છે. તેમની ઉમર ૮૧ વર્ષની હતી. તેમના અંતિમ સમયે તેમના પરિવારમાં, પત્ની નિર્મળાબેન, તેમના પુત્રો ભરત, શૈલેશ, રાજુ તથા પૂત્રી રીટા, પૂત્રવધુ દક્ષા, નીતિ એને જુગદીપ અને જમાઈ ભરતકુમાર તથા પૌત્ર શ્યામ, તારણ, શાન અને મિલન તથા પૌત્રી શિલ્પા, સરીના, ઈશાની અને અંબા-લીલી તથા જમાઈ ડેવીડ હાજર હતા. જયંતીલાલની ખોટ પરિવારને ખુબજ લાગશે.

જયંતીલાલ નો જન્મ ૧૯૪0 માં કડોદ ગામમાં થયો હતો. ઇન્ડિયા છોડી નૈરોબી અને ત્યારબાદ યુકેમાં કોવેન્ટ્રી શહેરમાં સ્થાયી થયા હતા. થોડો સમય નોકરી કર્યા બાદ તેમણે એન્જીનીરીંગ વોર્ક્શોપની સફળતાપૂર્વક સ્થાપના કરી હતી. જયંતીલાલનો ભજન સતસંગમાં ભારે શોખ હોવાથી હિંદુ સમુંદાયમાં પણ ઘણી સફળતા મળી. જયંતીલાલ, પૂજ્ય હીરજીબાપાના ઉત્સુક અનુયાયી હતા. નૈરોબીમાં રામ મંદિર અને કોવેન્ટ્રીમાં શ્રી કૃષ્ણ મંદિરના સ્થાપક સભ્યોમાંના એક હતા. તે ઉપરાંત યુકેમાં પ્રથમ પંચાલ જ્ઞાતિ મંડળની સ્થાપના કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

જયંતીલાલનો લાગણીપૂર્વક અને ઉદાર સ્વભાવ ઘણા લોકોના હર્દયને સ્પર્શી ગયું હતું. તેમની ભજન ગાવાની કળા, અદ્ભુત રાગ અને પરંપરાગત ભજનો ગાવાનો તેમનો પ્રેમ સૌને આનંદ આપતો હતો. તેવો યુકે અને  બીજા દેશોમાં પણ જાણીતા થયા. તેમની પાસે હિંદુ સંસ્કૃતિ અને ઈતિહાસ વિશેના જ્ઞાનનો ભંડાર હતો.

જયંતીલાલ ભરેલી વાળી છોડીને ગયા છે. તેમના અવશાનથી ફક્ત તેમના પરિવારને જ નહિ પણ આપણા સર્વે સમુંદાયને મોટી ખોટ પડશે.

The family have requested donations instead of flowers.

Donations can be made at Just Giving.  Please follow this link:  

 

Jai Shree Krishna

Om Shanti, Shanti, Shanti

Posted in In Memory.